શાળા દ્વારા રાખવામાં આવેલ નિયમો અંગેની વાલીની બાહેધરી
હું શ્રીમાન/શ્રીમતી
ગામ
મારા બાળક
ને વર્ષ ૨૦ થી આપની શાળામાં
નીચેના તમામ નિયમો વાંચી અને સમજીને આ નિયમોનું પાલન થશે તેની બાહેધરી આપું છું.
નીચેના તમામ નિયમો મને માન્ય રહેશે.
(૧) બાળકને શાળાના નિયમીત સમયે શાળા પરીસરમાં આવે તે રીતનું આયોજન કરવાની જવાબદારી વાલીની રહેશે.
(૨) શાળા શરૂ થયાના ૧૦ મીનીટ પછી બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી. તે પ્રમાણે શાળા કુટરમા પછી ૨૦ મીનીટ પછી શાળા સંકુલના દરવાજા બંધ કરી દેવામાં આવશે.
(૩) બાળકને શાળામાં લાવવા લઈ જવાની કોઈ જવાબદારી શાળા સંચાલન મંડળની રહેશે નહી. બાળક સાથે શાળામાં આવતા જતા કોઈ પણ અકસ્માત થાય તો તે બાબતે સંચાલન મંડળ કે શાળા પરિવાર જવાબદાર રહેશે નહી.
(૪) શાળા સમય દરમ્યાન બાળક બીમાર થાય અથવા બાળકનું આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થાય તો શાળા કે સંચાલન મંડળ જવાબદાર રહેશે નહી. બાળક બીમાર થાય તો વાલીને ટેલીફોનીક જાણ કર્યેથી ૩૦ મીનીટમાં શાળાએથી બાળકને લઈ જવાની જવાબદારી વાલી તરીકે તમારી પોતાની રહેશે.
(૫) જો બાળક કે વાલી દ્વારા શાળાને કે સ્ટાફને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ હોવાનું ધ્યાનમાં આવશે તો તાત્કાલીક અસરથી બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. અને તેની ફી પરત કરવામાં આવશે નહી. અને શાળામાં થતા નુકશાનનું વળતર જે તે વાલી પાસે વસુલવામાં આવશે.
(૬) શાળા દ્વારા પરીવહનની સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીને (બાળકને) નિયત સસમયે સ્કુલે મુકવા તથા લેવા આવવાની સંપૂર્ણ જવાબદારી વાલીની રહેશે.
(૭) શાળા દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ મુજબ અને સમય મર્યાદા મુજબ ફીસ જમા નહી કરવામાં આવે તો બાળકને ઉપલા ધોરણમાં શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી.
(૮) બાળક શાળામાં નિયમિત હાજર રહે તે બાબતે વાલીની અંગત જવાબદારી રહેશે. જો કોઈ કારણસર બાળક ગેરહાજર હોય તો તે અંગેનો રજા રીપોર્ટ વાલીની સહી વાળો બાળક સાથે મોકલવાનો રહેશે.
(૯) શાળા દરમ્યાન કોઈપણ કારણોરાર બાળકને શાળામાં થી લઈ જવા હોય તો તે બાબતે બાળકના વાલી સિવાય બાળકની સોંપણી અન્ય કોઈપણ વ્યક્તિને કરવામાં આવશે નહી.
(૧૦) શાળાના શિસ્તમય વાતાવરણ અને વિદ્યાર્થી હિત ઉપયોગી નિયમો અમે વાંચ્યા છે અને તેનો ચુસ્ત પણે પાલન કરવા તથા કરાવવા અમે બંધાયેલા છીએ.